શ્રાદ્ધ: પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા, સમર્પણ અને પરમાર્થની દિવ્ય યાત્રા
શ્રાદ્ધ: પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા, સમર્પણ અને પરમાર્થની દિવ્ય યાત્રા
Published on: 24th September, 2026

ભારતીય સંસ્કૃતિ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું ત્રિવેણી સંગમ છે. ભાદરવાના શ્રાદ્ધ પક્ષ દ્વારા પૂર્વજોની સ્મૃતિ જીવંત થાય છે. શ્રાદ્ધ પર્વ પિતૃઓ પ્રત્યે તર્પણ, કૃતજ્ઞાભાવ, સમર્પણ અને પરમાર્થનો મહિમા શીખવે છે. આસ્થાથી કરવામાં આવતું શ્રાદ્ધકર્મ પિતૃઓના મોક્ષ અને સમાજના હિતાર્થે કરવામાં આવતાં સત્કાર્યો છે. શ્રદ્ધા, તર્પણ, સમર્પણ અને પરમાર્થ એ શ્રાદ્ધના મુખ્ય સ્તંભ છે. આ પર્વ સ્વાર્થથી મુક્ત થઈ પરમાર્થના માર્ગે દોરી જાય છે.