રક્ષાબંધન પર ટ્રેક્ટર-બાઇક ટક્કર: બે યુવાનોના દર્દનાક મોત
રક્ષાબંધન પર ટ્રેક્ટર-બાઇક ટક્કર: બે યુવાનોના દર્દનાક મોત
Published on: 29th August, 2026

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં નાગેશ્રી નજીક રક્ષાબંધન પર્વની ઉજવણી સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો. ચોત્રા રોડ પર શીતળા માતાના મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક સવાર બે યુવાનો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. ગંભીર ઇજાઓ થતાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.