અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ડીઝલ ટેન્કર પલટી ગયું
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ડીઝલ ટેન્કર પલટી ગયું
Published on: 29th August, 2026

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર આજે બપોરે ડીઝલ ભરેલું એક ટેન્કર ધડાકા ભેર પલટી જતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર ઝોલાં ખાઇને રસ્તાની ડાબી બાજુએ રેલિંગ તોડીને ખેતરમાં જઇ પડયું હતું. સદનસીબે, અમદાવાદનો ડ્રાઇવર સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. જો કોઈ વાહન તેની અડફેટમાં આવ્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.