વડોદરા જેલમાં ૫૦૩ કેદીઓ માટે ૧,૦૩૭ બહેનો પહોંચી
વડોદરા જેલમાં ૫૦૩ કેદીઓ માટે ૧,૦૩૭ બહેનો પહોંચી
Published on: 29th August, 2026

વડોદરા જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલવાસ ભોગવી રહેલા ૫૦૩ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની ૧,૦૩૭ બહેનો આવી પહોંચી હતી. આ ખાસ પ્રસંગે, જેલ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખીને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક સમા આ પર્વની ઉજવણીનું આયોજન કર્યું હતું. ખાસ વાત એ હતી કે, ત્રણ કેદીઓની બહેનો પણ આ જેલમાં જ કેદી તરીકે હતી, છતાં તેમને એકસાથે લાવીને રક્ષાબંધન ઉજવવાની વ્યવસ્થા કરાઈ હતી. આ વખતે દરેક બહેનને જેલ દ્વારા એક છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.