દ્વારકા જગત મંદિરે રક્ષાબંધન પર ધક્કા-મુક્કી
દ્વારકા જગત મંદિરે રક્ષાબંધન પર ધક્કા-મુક્કી
Published on: 29th August, 2026

યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના દિવસે હજારો ભાવિકો ઉમટી પડતા અધુરી વ્યવસ્થાને કારણે ભારે ધક્કા-મુક્કી સર્જાઈ હતી. આ દરમિયાન, બાળકો અને વૃદ્ધો ભીડમાં ફસાઈ ગયા હતા, જેના કારણે તેમની સ્થિતિ દયનીય બની હતી. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રેલિંગ જેવી જરૂરી વ્યવસ્થા ન હોવાથી અસુવિધા વધી હતી. ભાવિકોએ ગોમતી સ્નાન કરીને જગત મંદિરે ઠાકોરજીના દર્શન કર્યા હતા.