આણંદ જિલ્લામાં અતિભારે વરસાદ: 127 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
આણંદ જિલ્લામાં અતિભારે વરસાદ: 127 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
Published on: 01st August, 2026

આણંદ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા 127 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ લોકો બોરસદ, વડોદરા જિલ્લાના ડબકા ગામ, ખંભાત, સોજિત્રા અને પેટલાદ જેવા વિસ્તારોમાંથી છે. સ્થળાંતર કરાયેલા તમામ 127 રહીશો માટે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.