અમદાવાદમાં કાળા વાદળો છવાયા, કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો
અમદાવાદમાં કાળા વાદળો છવાયા, કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો
Published on: 13th September, 2026

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં પણ કાળા-ડિબાંગ વાદળો વચ્ચે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 1 થી 2.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જેનાથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. પંચમહાલ, તાપી અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો ખુશ થયા છે.