દોઢ ઈંચ વરસાદથી અમદાવાદની સ્થિતિ કફોડી
દોઢ ઈંચ વરસાદથી અમદાવાદની સ્થિતિ કફોડી
Published on: 13th September, 2026

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે અચાનક થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના સરેરાશ દોઢ ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે કેટલાક વિસ્તારોમાં અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો. ગોતા, નિકોલ, રાણીપ, નરોડા જેવા વિસ્તારોમાં વાહનવ્યવહારને ભારે અસર થઈ, જેના કારણે વંદે માતરમ રોડ પર ટ્રાફિક જામ થયો. મીઠાખળી અંડરપાસ ત્રણ કલાક માટે બંધ કરવો પડ્યો હતો.