ખંભાત પાણી-પાણી: 7 ઈંચ વરસાદ, 40 લોકોનું સલામતી માટે સ્થળાંતર
ખંભાત પાણી-પાણી: 7 ઈંચ વરસાદ, 40 લોકોનું સલામતી માટે સ્થળાંતર
Published on: 01st August, 2026

ખંભાત પંથકમાં મેઘરાજાની અવિરત કૃપાને કારણે 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના પરિણામે સમગ્ર તાલુકો જળબંબાકાર થઈ ગયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે અને ઘણા રસ્તાઓ નદી સમાન બની ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. સલામતીને ધ્યાનમાં રાખીને, જૂની આખોલ ગામના દરિયાકાંઠાના 40 થી વધુ રહેવાસીઓને આખોલ પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળાંતર કરાયા છે.