પંચમહાલના જાંબુઘોડામાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
પંચમહાલના જાંબુઘોડામાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
Published on: 01st August, 2026

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં શુક્રવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો. માત્ર બે કલાકમાં જ અંદાજે સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર નગર પાણી-પાણી થઈ ગયું હતું. નગરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ભારે વરસાદને કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે.