ડાયાલિસિસ મશીન ખરીદી કૌભાંડ: 'ધુમાડો' માત્ર, અસલી આગ તો કન્ઝ્યુમેબલ્સ સપ્લાયમાં!
ડાયાલિસિસ મશીન ખરીદી કૌભાંડ: 'ધુમાડો' માત્ર, અસલી આગ તો કન્ઝ્યુમેબલ્સ સપ્લાયમાં!
Published on: 04th August, 2026

ગુજરાતમાં ‘વન નેશન, વન ડાયાલિસિસ’ હેઠળ IKDRC-ITS દ્વારા 43 કરોડના ખર્ચે 600 ડાયાલિસિસ મશીનોની ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો આરોપ વિધાનસભામાં ઉછળ્યો. આરોગ્ય મંત્રીએ 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા. ‘દિવ્ય ભાસ્કર’ના ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે કે, મશીન ખરીદી પૂર્વ આરોગ્ય મંત્રી અને સચિવની મંજૂરી બાદ પારદર્શક રીતે GeM મારફતે થઈ હતી. CAGના રિપોર્ટમાં પણ કોઈ ખામી નથી. અસલી કૌભાંડ કરોડો રૂપિયાના 'કન્ઝ્યુમેબલ્સ' સપ્લાયમાં ચાલી રહ્યું છે, જ્યાં વગદાર સપ્લાયરોનું વર્ચસ્વ તોડવાનો પ્રયાસ કરતાં કર્મચારીઓને ટાર્ગેટ કરાયા છે.