નાડિયાદ: કન્ટેનરની ટક્કરે ટેમ્પી પલટી, પત્નીનું કમકમાટીભર્યું મોત, પતિને ગંભીર ઈજા
નાડિયાદ: કન્ટેનરની ટક્કરે ટેમ્પી પલટી, પત્નીનું કમકમાટીભર્યું મોત, પતિને ગંભીર ઈજા
Published on: 04th August, 2026

માતરના સંધાણા નજીક સોમવારે સવારે બેફામ કન્ટેનર વાહને ટેમ્પીને ટક્કર મારી ફરાર થઈ ગયું. આ અકસ્માતમાં ટેમ્પી પલટી ખાતા ચાલક પતિને ઈજાઓ થઈ, જ્યારે પાછળ બેઠેલી પત્નીને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત થયું. ડભાણના બુધાભાઈ મણીભાઈ રાઠોડ પોતાની પુત્રી પ્રિયંકાને પ્રસુતિ માટે ખેડાની ચરોતર હોસ્પિટલમાં લઈ જવા પત્ની રમીલાબેન સાથે ટેમ્પીમાં નીકળ્યા હતા. વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં રમીલાબેનને ખેડા સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.