ઠાસરાના નેસમાં મકાનની દિવાલ ધરાશાયી, સાસુ-પૂત્રવધુના દુઃખદ મોત
ઠાસરાના નેસમાં મકાનની દિવાલ ધરાશાયી, સાસુ-પૂત્રવધુના દુઃખદ મોત
Published on: 04th August, 2026

ઠાસરા તાલુકાના નેસ ગામમાં રવિવારે મોડી રાત્રે એક દુર્ઘટના બની, જેમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં પરિવારના પાંચ સભ્યો કાટમાળ નીચે દબાઇ ગયા. આ દુર્ઘટનામાં સાસુ અને પુત્રવધુનું મૃત્યુ થયું, જ્યારે ગ્રામજનોની ત્વરિત બચાવ કામગીરીને કારણે પરિવારના મોભી અને તેમની બે માસૂમ દીકરીઓનો ચમત્કારિક બચાવ થયો. ઇજાગ્રસ્ત દીકરીઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે.