ગોધરા APMCના ચેરમેનએ સેવા કાર્યો સાથે સાદાઈથી જન્મદિન ઉજવ્યો
ગોધરા APMCના ચેરમેનએ સેવા કાર્યો સાથે સાદાઈથી જન્મદિન ઉજવ્યો
Published on: 04th August, 2026

ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ તેમનો જન્મદિવસ એક અનેરી રીતે ઉજવ્યો. વ્યક્તિગત ઉજવણીને બદલે તેમણે સેવા અને જનકલ્યાણને પ્રાધાન્ય આપ્યું. તેમણે પરવડી ગૌશાળા ખાતે ગૌમાતાઓની સેવા કરી, શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપ્યું. વિશેષ જરૂરિયાતવાળા મૂક-બધિર બાળકો સાથે સમય વિતાવી તેમના મનોરંજન માટે ચલચિત્રનું પ્રસારણ કરાવ્યું. આ કાર્યક્રમોમાં ખેડૂતો, વેપારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.