હિંમતનગર હાથમતી બ્રિજ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત
હિંમતનગર હાથમતી બ્રિજ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત
Published on: 04th August, 2026

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં મોતીપુરાથી ઇડર-વિજાપુર બાયપાસ રોડ પર હાથમતી બ્રિજ પર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. તાજેતરમાં ભારે વરસાદથી બ્રિજ પર ઢીચણ સમા પાણી ભરાયા હતા, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ સમસ્યાને ગંભીરતાથી લઈને, ધારાસભ્ય વી.ડી.ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી અને પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. ત્યારબાદ, બ્રિજ પરના પેરાફીટમાં પાંચ જગ્યાએ હોલ પાડીને 20 પાઈપો ફીટ કરાઈ છે, જેનાથી પાણીનો નિકાલ ઝડપી બનશે અને વાહનચાલકોને રાહત મળશે.