ભરૂચ: વાગરાના લીમડી-અંભેલ કાંસમાં ડૂબી બે યુવાનોના મૃતદેહ મળ્યાં
ભરૂચ: વાગરાના લીમડી-અંભેલ કાંસમાં ડૂબી બે યુવાનોના મૃતદેહ મળ્યાં
Published on: 04th August, 2026

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે થયેલી ઘટનાઓમાં બે યુવાનોના મોત થયા છે. વાગરા તાલુકાના લીમડી ગામના પાંચ મિત્રો અંભેલ ગામની વચ્ચે આવેલા કાંસમાં ન્હાવા પડ્યા હતા. અચાનક પાણીનો પ્રવાહ વધતાં ત્રણ મિત્રો બચી ગયા હતા, જ્યારે બે મિત્રો, ઈલ્યાસ પટેલ અને તબહેજ મુબારક પટેલ, ડૂબી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા શોધખોળ બાદ મોડી રાત્રે તેમના મૃતદેહો મળ્યા હતા. બીજી ઘટના ભરૂચ તાલુકાના પરિયેજ ગામમાં બની હતી, જ્યાં શિવાભાઈ ધૂળાભાઈ રાઠોડ (ઉ.વ.55) કુદરતી હાજતે ગયાં હતાં અને ખાડીમાં પડી જતાં ડૂબી ગયા હતા.