આણંદમાં ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, રેલ વ્યવહાર ખોરવાયો
આણંદમાં ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, રેલ વ્યવહાર ખોરવાયો
Published on: 04th August, 2026

અમદાવાદ-વડોદરા રેલ્વે લાઇન પર આણંદ નજીક ભાલેજ બ્રીજ નીચેથી પસાર થતી ગુડ્સ ટ્રેનના ત્રણ ડબ્બા અચાનક પાટા પરથી નીચે ઉતરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલ વ્યવહાર ખોરવાયો હતો. તાત્કાલિક અસરથી રેલવે અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને રેલ વ્યવહારને પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે દૈનિક ટ્રેનના સમયપત્રક પર પણ અસર પડી હતી.