મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી.
મોડી રાત્રીના સિંધુનગરમાં ટોળાએ તોડફોડ કરી વાહનને આગ ચાંપી.
Published on: 07th May, 2026

ભાવનગરમાં ઈન્સ્ટાગ્રામમાં થયેલી મિત્રતાને લઈ સગીર અને સગીરા વચ્ચેની વાતચીતને પગલે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા પરિસ્થિતિ વણસી હતી અને ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાપી દીધી હતી અને નુકસાન પહોંચાડયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી જઈ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.