અમદાવાદની રિક્ષા ગેંગનો આતંક
અમદાવાદની રિક્ષા ગેંગનો આતંક
Published on: 26th September, 2026

અમદાવાદમાં ઓટો ગેંગ ફરી સક્રિય થઈ છે, જે મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી રહી છે. શાહીબાગમાં SRP જવાનની 1 લાખ રૂપિયાની સોનાની ચેઈન ચોરાઈ, જ્યારે રામોલમાં એક મુસાફર પાસેથી 10,800 રૂપિયા રોકડા અને દસ્તાવેજો ભરેલું પર્સ લૂંટી લેવાયું. આ ગેંગ મુસાફરોના ધ્યાન ભટકાવી ચોરી અને લૂંટ કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.