બોટાદ: 7 વર્ષની સજા પામેલા ચાર ફરાર આરોપીઓને રાણપુર પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા
બોટાદ: 7 વર્ષની સજા પામેલા ચાર ફરાર આરોપીઓને રાણપુર પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા
Published on: 04th August, 2026

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસે કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારાયેલા ચાર ફરાર આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર કાર્યવાહી કરી છે. બરવાળા વિભાગના પોલીસ અધિક્ષક ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ, રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ચારેય આરોપીઓને પકડી પાડ્યા. આ આરોપીઓમાં હકુભાઈ ભીખાભાઈ બામ્ભા, પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ દોદરીયા, ગોવિંદભાઈ જાગાભાઈ ગાંગડીયામીર અને મેરુભાઈ ઉર્ફે રમેશભાઈ ગંભુભાઈ અંબાળીયાનો સમાવેશ થાય છે. કાયદેસરની કાર્યવાહી બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા.