પોરબંદરની જાણીતી મીઠાઈની દુકાનમાંથી જીવાત નીકળતાં ગ્રાહકોમાં ભારે રોષ
પોરબંદરની જાણીતી મીઠાઈની દુકાનમાંથી જીવાત નીકળતાં ગ્રાહકોમાં ભારે રોષ
Published on: 04th August, 2026

પોરબંદર શહેરના એમ.જી. રોડ પર આવેલી "મોરારી ફરસાણ" નામની જાણીતી મીઠાઈની દુકાનમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રાણા કંડોરણા ગામના એક યુવાને મીઠાઈ ખરીદી હતી, જેમાં જીવાત મળી આવતા તેણે અને અન્ય હાજર ગ્રાહકોએ તાત્કાલિક ફૂડ વિભાગ સહિત જવાબદાર તંત્રને પુરાવા સાથે રજૂઆત કરી છે. શહેરમાં આવી દુકાનો પર યોગ્ય ચેકિંગ ન થતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે. તંત્રની ઢીલી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.