ધર્માંતરણ પ્રયાસ કેસમાં હાઈકોર્ટનો ફરિયાદ રદ્દ કરવા ઈનકાર
ધર્માંતરણ પ્રયાસ કેસમાં હાઈકોર્ટનો ફરિયાદ રદ્દ કરવા ઈનકાર
Published on: 04th August, 2026

ગુજરાત હાઇકોર્ટે ખંભાતમાં આશા સુપરવાઇઝર નમ્રતા મકવાણા સામે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ નોંધાયેલી FIR રદ કરવાનો ઇનકાર કર્યો છે. આર્થિક રીતે નબળા વર્ગની મજબૂરીનો લાભ ઉઠાવી, રૂમ બંધ કરીને હિન્દુ ધર્મની મૂર્તિપૂજાની ટીકા કરી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો અને વડોદરાના ધાર્મિક કાર્યક્રમમાં હાજર લોકોના અનુભવો દ્વારા ધર્માંતરણના કથિત ફાયદા દર્શાવવાનો આરોપ છે. હાઇકોર્ટે નોંધ્યું કે પ્રાથમિક પુરાવા કોગ્નિઝેબલ ગુનો સૂચવે છે.