ઢવાણા-સાપકડા ગામમાં ગેરકાયદે ખનનની રાવ, કરોડોની રોયલ્ટી ચોરી
ઢવાણા-સાપકડા ગામમાં ગેરકાયદે ખનનની રાવ, કરોડોની રોયલ્ટી ચોરી
Published on: 04th August, 2026

હળવદ તાલુકામાં સરકારી નિયમોનો ભંગ કરીને કરોડો રૂપિયાનું ગેરકાયદે ખનન થયું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉઠી છે. મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીમાં ટીમડી ગામના કિરીટભાઈ વડસોલા દ્વારા કરાયેલી રજૂઆતમાં, ઢવાણા ગામે પર્યાવરણીય મંજૂરી (EC) વિના માઇનિંગ કરીને અંદાજે 3,00,000 ટન બ્લેકટ્રેપ ઉપાડી લેવાયો હોવાનો આરોપ છે. જેનાથી રૂ. 9.45 કરોડથી વધુની રોયલ્ટી ચોરી થઈ છે. ભૂસ્તરશાસ્ત્રીની તપાસમાં આ સામે આવ્યું નથી, પરંતુ જાગૃત નાગરિકે GPS લોકેશન અને ફોટોગ્રાફ્સના પુરાવા એકત્ર કર્યા છે. સાપકડા ગામના સરપંચે રસ્તાઓની બિસ્માર હાલત અને ધૂળની સમસ્યા માટે કાર્યવાહીની માંગ કરી છે.