2.44 કરોડના અનાજ કૌભાંડમાં 15 દુકાનદારોના લાયસન્સ રદ
2.44 કરોડના અનાજ કૌભાંડમાં 15 દુકાનદારોના લાયસન્સ રદ
Published on: 04th August, 2026

ઝાલાવાડમાં 2022માં 2676 રેશનકાર્ડના સોફ્ટવેરમાં ચેંડા કરી 2.44 કરોડનું અનાજ ચાઉ કરી જનાર 24 દુકાનદારો સામે કાર્યવાહી શરૂ થઈ. 15 દુકાનદારોના લાયસન્સ કાયમી રદ થયા છે, જ્યારે 9 દુકાનદારોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. આ કૌભાંડમાં 2.37 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકોને અનાજ વિતરણ ચાલુ રાખવા માટે અન્ય દુકાનદારોને ચાર્જ સોંપવામાં આવ્યો છે.