માંડલ નજીક રીબડી ગામ પાસે વેરહાઉસમાં 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
માંડલ નજીક રીબડી ગામ પાસે વેરહાઉસમાં 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
Published on: 04th August, 2026

માંડલ તાલુકાના રીબડી ગામ નજીક સોમ ટ્રેડિંગ વેરહાઉસમાં 22 વર્ષીય બિહારના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી. મૃતકની ઓળખ યાદવ સિબ્બુકુમાર રાજકુમાર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં માંડલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને વિરમગામ સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.