જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા 171 કિલો અખાદ્ય પદાર્થ અને 53 કિલો પસ્તીનો નાશ
જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા 171 કિલો અખાદ્ય પદાર્થ અને 53 કિલો પસ્તીનો નાશ
Published on: 04th August, 2026

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 38 ખાણીપીણીની પેઢીઓમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, 171 કિલો વાસી અને અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. સાથે જ, એક્સપાયરી ડેટવાળા 76 પેકેટ અને 53 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરાયો. હિંમતનગર વિસ્તારમાં 15 કિલો અનહાઇજેનિક તૈયાર સબ્જીનો પણ નાશ કરવામાં આવ્યો. કુલ 11 નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી-વડોદરા ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.