સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસે કારમાંથી 465 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસે કારમાંથી 465 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
Published on: 04th August, 2026

સુરેન્દ્રનગર એલસીબી ટીમને ખેરાળી ચોકડી પાસે એક શંકાસ્પદ કાર મળી હતી. કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ કારમાં બેઠેલા સદ્દામ ઈરફાનભાઈ શાહ નામના વ્યક્તિને ઝડપી લેવાયો. કારમાંથી 465 લીટર દેશી દારૂ મળી આવ્યો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂ કાળુ કાઠી દરબાર પાસેથી લાવવામાં આવ્યો હતો અને સુધારાપ્લોટમાં રહેતી અમીના સુલેમાનભાઈ માણેકના કહેવાથી લાવવામાં આવ્યો હતો. પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત રૂ. 3.05 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.