સુરેન્દ્રનગરના 3 રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી
સુરેન્દ્રનગરના 3 રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી
Published on: 04th August, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સમાજ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ રીઢા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પાસા વોરંટ જારી કરાયા બાદ આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. એસપી પ્રેમસુખ ડેલુની સૂચના બાદ ચોટીલા, દસાડા અને સાયલા તાલુકાના ત્રણ શખ્સો સામે દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઈસ્યુ કરતાં પોલીસે ત્રણેય આરોપીઓને વડોદરા અને સુરતની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે.