સુરેન્દ્રનગર: મુળી રાયોટિંગ કેસના 6 વર્ષથી ફરાર 4 આરોપીઓ આખરે ઝડપાયા
સુરેન્દ્રનગર: મુળી રાયોટિંગ કેસના 6 વર્ષથી ફરાર 4 આરોપીઓ આખરે ઝડપાયા
Published on: 04th August, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં નોંધાયેલા રાયોટિંગ કેસના 6 વર્ષથી ફરાર ચાલી રહેલા 4 આરોપીઓને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યા છે. આ બનાવમાં પ્રકાશભાઈ સોલંકી નામના વ્યક્તિએ તેમના ખેતરમાં જેસીબી ચાલતું જોઈ બંધ કરાવતા, આરોપીઓએ બંદુક તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ખેતરના મકાનના બોર્ડને નુકશાન પહોંચાડ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હેમંત ગોકળભાઈ અગોલા, સુરેશ જાદવભાઈ અગોલા, જસમત લાભુભાઈ અગોલા અને ગણપત ભાથાભાઈ પનારાને મુળી પોલીસના હવાલે કર્યા છે.