"અમારા દીકરાનું અકસ્માતે નહિ, હત્યા કરાઈ"
"અમારા દીકરાનું અકસ્માતે નહિ, હત્યા કરાઈ"
Published on: 04th August, 2026

સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિવારે પોતાના દીકરાના મૃત્યુને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવી ન્યાયની માંગણી કરી છે. ખજેલી ગામ પાસેથી પસાર થતી વખતે થયેલા અકસ્માતમાં લખતરના યુવાનનું મોત થયું હતું. જોકે, પરિવારજનોના દાવા મુજબ મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારના નિશાન હતા અને ઘટનાસ્થળેથી તેનું બાઈક પણ ગાયબ થઈ ગયું હતું. આક્ષેપો બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.