સુરેન્દ્રનગરમાં કાર-ટ્રક ટક્કરમાં 3નાં મોત
સુરેન્દ્રનગરમાં કાર-ટ્રક ટક્કરમાં 3નાં મોત
Published on: 26th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઈવે પર વડગામ અને પાનવા ગામ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. રોડ કિનારે ઉભેલા ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી કાર અથડાતા કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. બીજી તરફ, અકસ્માત બાદ ગભરાઈને ભાગી રહેલા ટ્રક ક્લિનરને ખેતરમાં લગાવેલા ઝાટકા મશીનના વાયરનો કરંટ લાગતા તેનું પણ મૃત્યુ થયું. આમ, કુલ ત્રણ લોકોએ જુદા જુદા કારણોસર જીવ ગુમાવ્યા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.