ભરૂચની પ્રાર્થના વિદ્યાલયની 21મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સુંદરકાંડ કાર્યક્રમ યોજાયો
ભરૂચની પ્રાર્થના વિદ્યાલયની 21મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સુંદરકાંડ કાર્યક્રમ યોજાયો
Published on: 08th September, 2026

ભરૂચ સ્થિત પ્રાર્થના વિદ્યાલયે સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કરીને 21માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, જેની ઉજવણી નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ભાગરૂપે, તા. 1-9-26 ના રોજ શાળાના પટાંગણમાં સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન થયું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસો. ના ટ્રેઝરર કિર્તીભાઈ શાહ, નારાયણ વિદ્યાવિહાર સ્કુલના આચાર્ય ડો. મહેશભાઈ ઠાકર, અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જિજ્ઞેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જય અંબે કલાવૃંદના ગાયક સંદિપભાઈ પુરાણી અને સભ્યોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું. શાળાના 1250 વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.