બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો અધિકાર
બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો અધિકાર
Published on: 08th September, 2026

બાળકોનો શાળા યુનિફોર્મ પહેરેલો પહેલો ફોટો લેવો સ્વાભાવિક છે, પરંતુ આવા ફોટોગ્રાફ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં પહેલાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. માત્ર નામ, સ્થળ અને શાળાની વિગતો પણ બાળકને જોખમમાં મૂકી શકે છે. AI દ્વારા બાળકોના ફોટાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેનાથી વાંધાજનક વીડિયો બની શકે છે. ગુજરાત પોલીસે આ અંગે માતા-પિતાને ચેતવણી આપી છે. યાદ રાખો, બાળક આપણું છે, પણ તેનો ચહેરો અને બાળપણ આપણી માલિકી નથી. દરેક લાગણીને જાહેર કરવાની આદતને બદલે, પરિણામ વિચારીને ફોટો પોસ્ટ કરવો જોઈએ.