નિવાસી શિક્ષક તાલીમ: ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ શિક્ષક નિર્માણનો માર્ગ
નિવાસી શિક્ષક તાલીમ: ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ શિક્ષક નિર્માણનો માર્ગ
Published on: 09th September, 2026

પ્રાથમિક શિક્ષક તાલીમી કૉલેજોમાં એક સમયે નિવાસી તાલીમ દ્વારા ઉત્તમ શિક્ષકો તૈયાર થતા હતા. આ પ્રશિક્ષણાર્થીઓ ગામડાઓમાં શિક્ષણનો પ્રકાશ પાથરી, સામાજિક પરિવર્તન લાવતા. છાત્રવાસ, શ્રમકાર્ય, પ્રાર્થના, અને સમૂહભોજન જેવી પ્રવૃત્તિઓ દ્વારા જીવન ઘડતર થતું. ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી નિવાસી શિક્ષણ શિબિરો, રેલીઓ અને શેરી નાટકો દ્વારા વ્યસનમુક્તિ, કોમી એકતા, અને સ્ત્રી શિક્ષણ જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવાતી. આધુનિક સમયમાં છાત્રવાસ મરજિયાત થવાથી શિક્ષક તાલીમના ગુણવત્તા પર પ્રશ્નાર્થ સર્જાયો છે, અને સરકારને આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે.