ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસ પૂર્વે કલોરાણામાં બાળકોને ભોજન અને પુસ્તક વિતરણ કરાયું
ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસ પૂર્વે કલોરાણામાં બાળકોને ભોજન અને પુસ્તક વિતરણ કરાયું
Published on: 01st June, 2026

અમરેલીના લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ બાબરા તાલુકાના કલોરાણા ગામે સેવાકીય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ કલકાણી અને કાર્યકરો દ્વારા આયોજિત થયો. જેમાં બાળકોને ભોજન અને શૈક્ષણિક ઉપયોગ માટે ચોપડાઓનું વિતરણ કરાયું. ધારાસભ્યના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવાના ઉદ્દેશ્યથી આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો હેતુ શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને જરૂરિયાતમંદ બાળકોને સહાય કરવાનો હતો.