૧૬ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી જયપુરમાંથી ઝડપાયો
૧૬ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી જયપુરમાંથી ઝડપાયો
Published on: 25th August, 2026

ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કોર્ડને ૧૬ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે સત્યેન્દ્ર શ્યામસુંદર શર્મા (૫૮) ને રાજસ્થાનના જયપુરમાંથી ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. આરોપી વર્ષ ૨૦૧૦માં પાલેજ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો હતો અને સામાન્ય વેપારની આડમાં આર્થિક છેતરપિંડી કરતો હતો. PSI આર.એસ. ચાવડાના નેતૃત્વમાં ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું. વેશપલટો કરીને છુપાયેલા આરોપીને સફળતાપૂર્વક દબોચી લેવાયો હતો. BNSS ૨૦૨૩ મુજબ કાર્યવાહી કરી તેને પાલેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.