સુરતમાં હોટલના એઠવાડનો જાહેરમાં નિકાલ
સુરતમાં હોટલના એઠવાડનો જાહેરમાં નિકાલ
Published on: 25th August, 2026

સુરતના રાંદેર ઝોનમાં હોટલ સંચાલકો દ્વારા જાહેર રસ્તા પર એઠવાડનો ઢગલો કરવામાં આવતા ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આ પ્રવૃત્તિને કારણે રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે. પાલિકાના નિયમ મુજબ હોટલનો વેસ્ટ કોન્ટ્રાક્ટરને સોંપવાનો હોય છે, પરંતુ તેનું પાલન ન થતાં જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું છે. અખાદ્ય ખોરાકનો નાશ કરવાની કામગીરી વચ્ચે આ ઘટનાએ ફરીથી સ્વચ્છતાના મુદ્દાને ઉજાગર કર્યો છે. સ્થાનિકો દ્વારા સત્વરે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.