જામનગરથી જીરાગઢ પરત ફરતી ઈકો કારનું ટાયર ફાટતાં મહિલાનું મોત
જામનગરથી જીરાગઢ પરત ફરતી ઈકો કારનું ટાયર ફાટતાં મહિલાનું મોત
Published on: 25th August, 2026

જામનગરથી જીરાગઢ જઈ પરત ફરતી વખતે લખતર ગામના પુલ પાસે ઈકો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 62 વર્ષીય કંચનબેન ખીમજીભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાર ચાલક કેતનભાઈ સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.