સુરતમાં પાલ-હજીરા રોડ પર અચાનક ભુવો પડ્યો
સુરતમાં પાલ-હજીરા રોડ પર અચાનક ભુવો પડ્યો
Published on: 25th August, 2026

સુરતમાં વરસાદ બંધ થયા બાદ ફરી ભુવા પડવાની ઘટનાઓ શરૂ થતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. પાલ-હજીરા રોડ પર રાજહંસ એલિટા નજીક મુખ્ય રસ્તાની વચ્ચોવચ મોટો ભુવો પડતાં વાહનચાલકો માટે જોખમ સર્જાયું છે. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં હાલ વરસાદ ન હોવા છતાં ભુવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ વિભાગ દ્વારા અગાઉ થયેલા ખોદકામ બાદ માટી અને મટીરિયલ યોગ્ય રીતે ન હટાવતાં જમીન બેસી ગઈ છે. આ મહત્વપૂર્ણ માર્ગ પર અકસ્માતની શક્યતા વધી છે, ત્યારે તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને ભુવો પૂરવાની માંગ કરાઈ છે.