રાજકોટમાં પરિચિત મહિલાના ફ્લેટના 12માં માળેની મધરાત્રે પટકાતા નિમેષ ભંડેરીનું મોત
રાજકોટમાં પરિચિત મહિલાના ફ્લેટના 12માં માળેની મધરાત્રે પટકાતા નિમેષ ભંડેરીનું મોત
Published on: 25th August, 2026

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ પામ યુનિવર્સીટી બિલ્ડિંગમાં 12મા માળેથી નિમેષ ભંડેરી નામના 42 વર્ષીય આધેડ મધરાત્રે નીચે પટકાયા. પત્નીથી અલગ રહી લિવ-ઈન પાર્ટનર સાથે રહેતા નિમેષભાઈ, પરિચિત મહિલાના ફ્લેટ પર વાત કરવા ગયા હતા. રાત્રે બાલ્કનીમાંથી પડી જતાં ગંભીર ઈજાઓ થઇ હતી. 108 દ્વારા મૃત જાહેર કરાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં આત્મહત્યા કે અન્ય કારણોની તપાસ ચાલી રહી છે.