કલ્પવૃક્ષ                                                                  .
કલ્પવૃક્ષ .
Published on: 13th May, 2026

માણસમાત્ર આ દુનિયામાં ચોક્કસ પ્રારબ્ધ લઈને જન્મ્યો છે. એણે અમુક કાર્યો પરિપૂર્ણ કરવાનાં છે, અમુક સંદેશા આપવાના છે, અમુક ફરજો બજાવવાની છે. તમે અહીં આકસ્મિકપણે આવી ગયા નથી - તમે જન્મ લીધો છે તેની પાછળ ચોક્કસ કારણ છે, હેતુ છે. સમગ્ર સૃષ્ટિ તમારા દ્વારા કશુંક કરવા કે કહેવા માગે છે. તમારા અસલી વ્યક્તિત્ત્વની ખોજ તમારે જ કરવી પડશે, કેમ કે જો તમે એમ નહીં કરી શકો તો તમારે બીજાઓના અભિપ્રાયો પર મદાર રાખવો પડશે..