ગુજરાત ટાઇટન્સની બસમાં શોર્ટ સર્કિટ, ખેલાડીઓને રસ્તા પર ઉતાર્યા
ગુજરાત ટાઇટન્સની બસમાં શોર્ટ સર્કિટ, ખેલાડીઓને રસ્તા પર ઉતાર્યા
Published on: 01st June, 2026

IPL 2026 ફાઈનલમાં હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સ (GT) માટે મુશ્કેલીઓ યથાવત રહી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હાર્યા બાદ જ્યારે ટીમ બસમાં હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ બસમાં શોર્ટ સર્કિટ થયું. આ કારણે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા. લગભગ એક કલાક સુધી ખેલાડીઓ રસ્તા પર જ ફસાયેલા રહ્યા. મોહમ્મદ સિરાજે ઇન્સ્ટાગ્રામ પર બ્રેકડાઉન કેપ્શન સાથે એક સ્ટોરી શેર કરી, જેમાં તે અન્ય ખેલાડીઓ સાથે જમીન પર બેઠેલો જોવા મળ્યો.