વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને સતત નિહાળવા પર મનાઈ, દર બે મિનિટે પડે છે પડદો
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને સતત નિહાળવા પર મનાઈ, દર બે મિનિટે પડે છે પડદો
Published on: 04th September, 2026

ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં સ્થિત પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપને સતત એકીટશે નિહાળવાની મનાઈ છે. આ અનોખી પરંપરા મુજબ, દર બે થી ત્રણ મિનિટે ભગવાનની મૂર્તિ સમક્ષ એક મખમલી પડદો પાડી દેવાય છે, જે ‘ઝાંખી દર્શન’ તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર, ભગવાન બાંકે બિહારીની આંખોમાં અસાધારણ વશીકરણ શક્તિ છે. જો કોઈ ભક્ત તેમને તન્મયતાથી નિહાળે, તો ઠાકોરજી ભક્તિથી વશીભૂત થઈને પોતાનું સિંહાસન છોડીને તેની સાથે ચાલવા લાગે છે. આ 400 વર્ષ જૂની પ્રથા ભક્તોને ભગવાનના અલૌકિક આકર્ષણથી બચાવવા અને તેમને સાંસારિક ભાવનામાં પરત લાવવા માટે છે.