દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર
દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર
Published on: 04th September, 2026

જન્માષ્ટમી 2026 ની ઉજવણી દ્વારકામાં ધામધૂમથી થઈ રહી છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવા સુવર્ણ નગરીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ મંગળા આરતીના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે, જેઓ 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે ભક્તિમાં લીન છે. દર્શન માટે 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે, અને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.