શામળાજી મંદિરમાં જન્માષ્ટમી 2026 ની ભવ્ય ઉજવણી
શામળાજી મંદિરમાં જન્માષ્ટમી 2026 ની ભવ્ય ઉજવણી
Published on: 04th September, 2026

અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી 2026 ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ હજારો ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો. ત્યારબાદ, ભગવાન શામળિયાનો દૂધ, દહીં, ઘી, મધ અને સાકર જેવા પવિત્ર દ્રવ્યો વડે 'પંચામૃત અભિષેક' અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. ભક્તોએ 'જય રણછોડ, માખણ ચોર' ના નારા લગાવ્યા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટે સુચારુ આયોજન કરાયું હતું.