US બેન્કમાંથી 4 કરોડની લોન અપાવવાના નામે વેપારી સાથે 17 લાખની છેતરપિંડી
US બેન્કમાંથી 4 કરોડની લોન અપાવવાના નામે વેપારી સાથે 17 લાખની છેતરપિંડી
Published on: 29th August, 2026

વડોદરામાં એક વેપારીને યુએસની બેન્કમાંથી 4 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે 17.71 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સ્ટીલના વેપારી આદિત્ય પારેખે આરોપી રાકેશ જગદીશચંદ્ર ઠાકોરને ડિસેમ્બર 2022માં સંપર્ક કર્યો હતો. રાકેશે ટેક્સાસ સ્થિત SD TB Bankમાંથી લોન અપાવવાનું કહી દસ્તાવેજો લીધા અને કુલ 17.71 લાખ રૂપિયા પડાવી લીધા. છ થી આઠ મહિનામાં લોન મળવાની વાત હતી, પરંતુ રકમ ન આવતાં તપાસ કરતા આવી કોઈ બેંક અસ્તિત્વમાં જ નથી તેમ જાણવા મળ્યું. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો.