AMC દ્વારા 68 લાખની માટી ખરીદી
AMC દ્વારા 68 લાખની માટી ખરીદી
Published on: 29th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનના ફક્ત ચાર વોર્ડમાં છોડ રોપવા માટે 68 લાખ રૂપિયાથી વધુના ખર્ચે માટી અને વોકવે માટે ઈંટનો ભૂકો (છારું) ખરીદવાનું આયોજન કરાયું છે. વાર્ષિક કરોડો રૂપિયા ધૂળ-ઢેફાં ખરીદવામાં વેડફાઈ જાય છે, જ્યારે 90% વૃક્ષારોપણ પૂર્ણ થયાના દાવા કરવામાં આવે છે. મિશન ફાઈવ મિલિયન ટ્રી હેઠળ થયેલા વૃક્ષારોપણ બાદ હવે નવા વૃક્ષો ક્યાં વાવવામાં આવશે તે પ્રશ્ન છે. નર્સરીમાંથી મળતી માટી ઉપરાંત પણ અલગથી માટી ખરીદાય છે. આ માત્ર એક ઝોનનો ખર્ચ છે, સમગ્ર શહેરમાં આ રકમ અનેકગણી થાય છે.