રાજુલામાં કેમિકલ પ્લાન્ટ માટે ૨૦૦ બોરનો ઉપયોગ
રાજુલામાં કેમિકલ પ્લાન્ટ માટે ૨૦૦ બોરનો ઉપયોગ
Published on: 29th August, 2026

રાજુલાના વિકટર બંદર પર જીએસસીએલ અને જીએસીએલ કેમિકલ ફેક્ટરી દ્વારા ૨૦૦ થી વધુ ઉંડા બોર બનાવી પાણી ખેંચવાથી ૧૫ થી વધુ ગામોના કુવા અને બોર સુકાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. હજારો એકર જમીનમાં ગેરકાયદેસર રીતે બ્રોમીન અને અન્ય ઝેરી કેમિકલની ફેક્ટરીનું બાંધકામ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમનો ભંગ કરે છે. આ ઉપરાંત, સીએસઆર ફંડના દુરુપયોગ અને જમીનના હેતુફેર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને તાત્કાલિક તપાસની માંગણી કરાઈ છે.