દેશી દારૂની રેઇડમાં મહિલા PI સહિત પોલીસ સ્ટાફ પર હુમલો
દેશી દારૂની રેઇડમાં મહિલા PI સહિત પોલીસ સ્ટાફ પર હુમલો
Published on: 29th August, 2026

રાજકોટ નજીક મોટા દડવા ગામે દેશી દારૂની રેઇડ દરમિયાન, મહિલા PI અને પોલીસ સ્ટાફ પર હુમલો થયો. સુમનબેન સોલંકી અને તેના ત્રણ સંતાનોએ પોલીસ સાથે ઝપાઝપી કરી, મારકુટ કરી અને બચકાં ભર્યા. ત્યારબાદ, પોલીસકર્મીઓને એક રૂમમાં બંધ કરી દીધા. વધુ પોલીસ સ્ટાફ બોલાવી પરિસ્થિતિને કાબૂમાં લેવાઈ. સુમનબેન અને તેના સંતાનો વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.