બોટાદના પાળીયાદ રોડ પર રેસ્ટોરન્ટમાં દારૃની મહેફિલ માણતા પાંચ શખ્સ ઝડપાયા
બોટાદના પાળીયાદ રોડ પર રેસ્ટોરન્ટમાં દારૃની મહેફિલ માણતા પાંચ શખ્સ ઝડપાયા
Published on: 29th August, 2026

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ 'મંચ બોક્સ રેસ્ટોરન્ટ'માં ગુપ્ત બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, પાંચ ઈસમો દારૃની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૃની બોટલો, ૪ મોબાઈલ, રોકડા રૃપિયા અને એક મોટરસાયકલ મળી કુલ રૃ. ૬૯,૩૨૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.